હરીકૃષ્ણધામ ખાતે દિવ્ય શાકોત્સવ યોજાયો

- text


હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સમીપ આવેલ હરીકૃષ્ણધામને આગણે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હરિકૃષ્ણધામ ખાતે ઉમટી પડ્યા હતા અને ભગવાન સ્વામીનારાયણના દર્શનનો લ્હાવો મેળવી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

- text

શિયાળાના દિવસોમા લોયા ગામે નીજ કરકમલ દ્વારા 18 મણ ઘીના વધારમા 60 મણ રીગણાનો વઘાર કરી પર્વતાવેલ સુપ્રસિધ્ધ અવસર એટલે દિવ્ય શાકોત્સવ. ભવ્ય અવસરની ઝાખી કરાવતો અવસર એટલે હરિકૃષ્ણઘામ રણજીતગઢ ગામને આગણે ઉજવાતો ભવ્ય શાકોત્સવ પ.પુ ઘ.ઘુ 1008 આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજીના રૂડા આશિર્વાદથી તથા પ.પુ અક્ષરનિવાસી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી તેમજ પ.પુ તપોમુર્તિ ભક્તિહરી દાસજી સ્વામીના કલ્યાણકારી સાંનિધ્યમાં શ્રી નિલકંઠવર્ણીની પાવનકારી ચરણરજથી પ્રસાદીભુત થયેલી ભુમી એવી રણજીતગઢ ગામની સમીપ આવેલ હરીકૃષણધામની દેવભુમી પર આજરોજ ભવ્યાતિભવ્ય દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ઉજવાતા આ શાકોત્સવમાં અમદાવાદ, ભુજ કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ધાગંધ્રા તેમજ હળવદ તાલુકાના ગામો ગામથી પંદર હજારથી વધુ હરીભક્તો ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમજ મોટી સંખ્યામાં ભાવિકોએ સ્વામીજીના આશિર્વાદ મેળવ્યા હતા અને ભકતજનોએ આ પાવનકારી શાકોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

- text