વિશ્વ એઇડ્સના દિવસે મોરબીમાં રેલી યોજાઈ

- text


યુવા શક્તિ જાગે….એઇડ્સ ભાગે…વિદ્યાર્થીઓએ વિશાળ રેડ રીબીન બનાવી

મોરબી:આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા એઇડ્સ વિરોધી જન જાગૃતિ રેલી યોજી હતી તો વિધાર્થીઓ દ્વારા ૧૦૦ ફૂટ બે ૧૦૦ ફૂટની વિશાળ રેડ રીબીન બનાવવામાં આવી હતી ઉપરાંત અન્ય ટ્રસ્ટો દ્વારા પણ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવમાં આવ્યા હતા.

- text

ઔધોગિક નગરી મોરબીમાં જીવલેણ રોગ એઇડ્સનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે ત્યારે લોકોમાં આ ગંભીર બીમારી પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આજે મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતિરા, એઇડ્સ સારવાર કેન્દ્રના ડો.ચિરાગ અઘારા તથા મોરબીની ત્રણ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ તથા હોસ્પિટલનો સ્ટાફ જોડાયો હતો.

આ ઉપરાંત વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ૩૮૦ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા ૧૦૦ ફૂટ બે ૧૦૦ ફૂટની રેડ રીબીન બનાવી હતી તેમજ જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text