મોરબી મચ્છુ માતાજીના મંદિરે સમૂહ લગ્નોત્સવ યોજાશે

- text


સમૂહ લગ્નમાં ભરવાડ સમાજની 51 દિકરીઓ લગ્નના તાંતણે બંધાશેઃ આયોજક સમિતિ દ્વારા ચાલતી તૈયારીઓ

- text

હળવદ : શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમિતિ દ્વારા આયોજિત મોરબી જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ ઉપક્રમે
મોરબી મચ્છુ માતાજીના મંદિરે વિ.સં. 2074 મહા વદ-11 અને તા.11/2/2018ના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જેમાં ભરવાડ સમાજની 51 દિકરીઓનું નામ નોંધાવાની પ્રક્રિયા સમાજ દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા.21/11/2017થી તા. 20/12/2017 સુધીમાં 51 (એકાવન) દિકરીઓના નામ નોંધાવાના છે તેમાં વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરવાનું રહેશે.
શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન આગામી તા. 11/2/2018, રવિવાર યોજાશે જેમાં મોરબી જિલ્લાના માળીયા-મિયાણા, હળવદ, વાંકાનેર, ટંકારા સહિતના તાલુકાના સમસ્ત ભરવાડ સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. મોરબી જિલ્લા ભરવાડ સમાજ દ્વારા અગાઉ પ્રથમ સમુહ લગ્નને સફળતા સાંપડ્યા બાદ મચ્છુ માતાજીના મંદિરે બીજા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ આયોજક સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ સમૂહ લગ્નમાં લગ્ન ઇચ્છુક દિકરી-દિકરાના માતા-પિતાએ જરૂર દસ્તાવેજના પૂરાવાઓ રજૂ કરવાના રહેશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. સમૂહ લગ્ન સમિતિ ની યાદીમાં જણાવ્યા પ્રમાણે શ્રી મચ્છુ માતાજીની જગ્યા- મહેન્દ્રપરા-17, ગાંડુ ભગત (99132 22640), જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ- એકસીસ બેન્ક જુના મહાજન ચોક, સંજયભાઈ રાતડીયા (98798 80037), હિતેશ એન્જીનીયરીંગ – દરિયાલાલ કાંટે (મોરબી-2) રૈયાભાઈ મુંધવા (98242 19511), જેનીશ ગાર્મેન્ટ મહેન્દ્રસિંહ હોસ્પિટલ સામે (મોરબી-2), ઉમેશભાઈ ગોલતર (98256 72193), શ્રી રામ એન્ટરપ્રાઇઝ-ત્રાજપર ચાર રસ્તા, સામા કાંઠે, મોરબી-2, જયેશભાઈ ગોલતર (98252 23192)નો સંપર્ક સાધવો. આ સમુહ લગ્નોત્સવમાં ભરવાડ સમાજના દાતાશ્રીઓ દ્વારા દાન આપવા માગતા હોય તો ઉપરોક્ત સરનામે જાણ કરવી.

- text