મોરબીમાં મચ્છુ નદીમાં છકડો રીક્ષા ખાબકતા ડ્રાઇવરનું મોત

- text


મોરબી : મોરબીના મહેન્દ્રધાટ પાસે છકડો રીક્ષા નદીમાં ખાબકતા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલ છકડો રીક્ષા ડ્રાંઇવરનું મોત નિપજતા એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પૂર્વે મોરબીના મકરાણી વાસ નજીક આવેલા મહેન્દ્રઘાટ પાસે મચ્છુ નદીમાં છકડો રીક્ષા ખાબકતા રીક્ષામાં સવાર વિજય બાબુ રબારી, દિનેશ ભલુભાઈ રાણા અને રીક્ષા ડ્રાંઇવર પવન દિનેશભાઇને ઇજા પહોંચી હતી.

- text

જેમાં સારવાર દરમિયાન ડ્રાઇવર પવન દીનેશભાઇનું મોત નિપજતા દિનેશ ભલુભાઈની ફરિયાદના આધારે પોલીસે મૃત્યુ પામનાર છકડો ડ્રાઇવર વિરુદ્ધ બેફિકરાઈ થી વાહન ચલાવવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે મકરાણીવાસ નજીક પુલ પર પારી તૂટી જવાની સાથે અહીં લાઈટ ન હોવાથી અવાર નવાર આવા બનાવો બની રહ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી.

 

- text