હળવદ:માણેકવાડા ચોકડી નજીકથી દેશી બંદૂક સાથે યુવાન ઝડપાયો

- text


હળવદ:હળવદની માણેકવાડા ચોકડી નજીકથી પોલીસે કોળી યુવાનને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે હળવદ પોલીસ સ્ટાફ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે માણેકવાડા ચોકડી નજીકથી હળવદના કાળું મનજીભાઈ ઝીંઝુવાડિયાને પાસ પરમીટ વગર દેશી બનાવટની મજલ લોડ બંદુક કિંમત રૂપિયા ૫૦૦૦ સાથે રાખી મળી આવતા, પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો.

 

 

- text