આજે ટંકારામાં મતદાન કરશે ચૂંટણી ફરજ પરના મહિલા કર્મચારીઓ

- text


મોરબી જિલ્લામાં અંદાજે ૫૦૦૦ જેટલા સર્વિસ વોટર્સ બેલેટ પેપરથી કરશે મતાધિકારનો ઉપયોગ

મોરબી: આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે મોરબી જીલ્લાના સર્વિસ વોટર એટલે કે ચૂંટણી ફરજ પરના મહિલા કર્મચારીઓ ટંકારા ખાતે તાલીમ દરમિયાન બેલેટ પેપરથી મતદાન કરશે.

જાણવા મળતી વિગતો મુજબ આગામી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે કાયદાની જોગવાઈ મુજબ ઇવીએમ થી મતદાન થનાર હોવા છતાં આવા સર્વિસ વોટરો માટે ખાસ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા કરવામાં આવનાર છે.

- text

જો કે સામાન્ય મતદારો માટે ૯ ડિસેમ્બરે મતદાન થનાર છે પરંતુ આ દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ કામગીરીમાં રોકાયેલ હોય આજ થી મોરબી જિલ્લામાં ચૂંટણી ફરજ માં રોકાયેલા કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે જે અંતર્ગત આજે ટંકારા ખાતે યોજાનારી ચૂંટણી તાલીમ બાદ મહિલા સર્વિસ વોટર પોતાના મત બેલેટ પેપરથી આપી બંધ કવરમાં ચૂંટણી તંત્રને સોપાશે.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં અંદાજે ૫૫૦૦ જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજ માં રોકાયેલ છે જે પૈકી ૫૦૦૦ જેટલા કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરે તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

- text