ટંકારામાં રાઘવજીભાઈ ગડારા, વાંકાનેરમાં જીતુભાઇ સોમાણી ફાઇનલ : મોરબી બેઠકનું સસ્પેન્સ યથાવત

- text


મોરબી : આગામી ૯ ડિસેમ્બરે યોજનાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ૬૬-ટંકારા બેઠક માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને વાંકાનેર બેઠક માટે જીતુભાઇ સોમાણીનું નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. જો કે મોરબી માળીયા બેઠક માટે હજુ સુધી સતાવાર યાદીમાં નામ જાહેર કરાયુ નથી. જેથી મોરબી બેઠક પરનું સસ્પેન્સ યથાવત રહ્યું છે.

- text

- text