મોરબીમા કિન્નરને સળગાવી દેવાના ડબલ મર્ડર કેસમાં બે કિન્નરોની ધરપકડ

- text


મોરબીના ખુશ્બૂ દે અને રાજકોટના પાયલ દે નામના કિન્નરની આકરી પૂછપરછ

મોરબી:મોરબીના ચકચારી કિન્નર શિલ્પા દે અને એમના ડ્રાઇવરને જીવતા સળગાવી દેવાના ડબલ મર્ડર કેસમાં મોરબી એ ડિવિઝન પોલીસે મોરબીના ખુશ્બૂ દે અને રાજકોટના પાયલ દે નામના કિન્નરની ધરપકડ કરી આકરી પૂછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉમિયા સર્કલ નજીક કેનાલ રોડ ઉપર ગત તારીખ ૧૫ ના રોજ રાત્રીના કિન્નર શિલ્પા દે અને તેમના ડ્રાઇવર ભૂરાને જીવતા સળગાવી દેવા પ્રકરણમાં મોરબી પોલીસને મહત્વની કડી મળતા આજે મોરબીના નાની બજારમાં બહુચરજીના મઠમાં રહેતા ખુશ્બૂ દે ગુરુ કૈલાશ દે હાલના ગુરુ હીરા દે કિન્નર (મૂળ નામ સંજય ફતેસિંહ બારીયા, ઠાકોર) ઉ.૩૮ મૂળ ગામ,ગોધરા ભૂરાવાવ ચોકડી,એસટી વર્કશોપ પાછળ,દોઢિયા ફળિયું જિલ્લો ગોધરા તથા પાયલ દે ઉર્ફે રાજ્યો ઉર્ફે સંગીતા દે ગુરુ તમન્ના દે હાલના ગુરુ જ્યાં દે કિન્નર (મૂળ નામ વિનોદ સોમાભાઈ જાખણીયા)ઉ.૩૭ હાલ રે રાજકોટ,આણંદપર,નવાગામ,કુવાડવા ચોકડી ને ઝડપી લઈ અટક કરી વધુ પૂછપરછ કરી આમ આવી રહી છે.

- text

ઉલ્લેખનીય છે કે પૈસા ઉઘરાવવા કે અન્ય કોઈ બાબતે કિન્નરો વચ્ચે થયેલી માથાકૂટમાં આ બબ્બે હત્યા ને અંજામ આપવા રાત્રીના અઢી વાગ્યે કિન્નર શિલ્પા દે અને તેના ડ્રાઇવરને જીવતા સળગાવી દવવામાં આવ્યા જતા જેમાં ભૂરાનું ઝૂંપડામાં જ મોત નીપજ્યું હતું જ્યારે કિન્નર શિલ્પા દે એ રાજકોટ સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો હતો અને મરણોન્મુખ નિવેદનમાં કિન્નર શિલ્પા દે એ આ ચકચારી બનાવમાં રાજકોટ અને માધાપરના કિન્નરોના નામ આપ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે અને પોલીસને પણ કિન્નરોની પ્રાથમિક પૂછપરછમાં મહત્વની કડીઓ મળતાં બન્ને ને અટક6તમાં લઈ કડક પૂછપરછ કરવામાં અબી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text