વાઈબ્રન્ટ સમિટમાં ત્રીજા દિવસે મુલાકાતીઓનો અભૂતપૂર્વ ધસારો : આજે પણ અનેક એમઓયુ સાઈન થશે

- text


ગાંધીનગર:ગાંધીનગર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સીરામીક સમીટના આજે ત્રીજા દિવસે પણ મુલાકાતઓની ભારે ભીડ વચ્ચે મોટી સંખ્યામાં વિદેશી બાયરો સમિટની મુલાકાતે આવ્યા છે અને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબી સિરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૭ ના પ્રથમ બે દિવસમાં જ હજારોની સંખ્યામાં લોકોએ એક્સપોની મુલાકાત લઈ સમીટને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે અને આજે ત્રીજા દિવસે ખાસ કરીને વિદેશી બાયરો સવારથી જ મોટી સંખ્યામાં એક્સપોની મુલાકાત લઈ રહ્યા છે.
ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટમાં તમિલનાડુ,મહારાષ્ટ્ર,કર્ણાટક,દિલ્હી,પંજાબ સહિતના રાજ્યોમાંથી ડિલર્સ,ડિસ્ટ્રીબ્યુટર્સ અને બાયર્સ મોટી સંખ્યામાં એક્સપોની મુલાકાત લઈ એક્ઝિબીટરોની પ્રોડક્ટ નિહાળી ઓર્ડર પણ આઓઈ રહ્યા છે ખાસ કરીને જીવીટી અને પીજીવીટી સેગમેન્ટ અને સેનેટરીવેર્સ ઉત્પાદનીની વિશાળ રેન્જ એક જ સ્થળે જોવા મળી રહી હોય બાયર્સ દ્વારા ઇન્કવાયરીની સાથે-સાથે ઓર્ડર પણ આપવમાં આવી રહ્યા છે.

- text

વધુમાં દેશ વિદેશના મુલાકાતીઓ અને બાયર્સ ઉપરાંત વિદેશી ડેલીગેટર્સની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગઈકાલે અનેક એમઓયુ થયા હતા અને આજે પણ વિદેશના બાયર્સ સાથે મોટી સંખ્યામાં એમઓયુ થનાર હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે ગાંધીનગરના ટાઉન હોલ નજીક આવેલા એક્ઝિબિશન સેન્ટરના વિશાળ ગ્રાઉન્ડમાં ૧૩ સંપૂર્ણપણે વતાનુકૂલિત જાયન્ટ ડોમ ઉભા કરાયા છે જેમાં મોરબીના જુદા-જુદા ૨૭૪ સીરામીક ઉદ્યોગકારો દ્વારા પોતાની અવનવી પ્રોડક્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે.

વાઈબ્રન્ટ સમિટના પ્રથમ દિવસથી જ સીરામીક ઉદ્યોગકારોને બાયર્સ તરફથી જબરો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને આજે શનિવાર અને આવતીકાલે રવિવાર હોય વિઝીટરોનો ધસારો જોતા એક્સપોને ખૂબ જ મોટી સફળતા મળી છે.

- text