મોરબીમાં મીડિયાને ગાળો દેનારા પાસના આગેવાન વિરુદ્ધ ફોજદારી ફરિયાદ

- text


મોરબી મા કહેવાતા પાસ આગેવાન દ્વારા મિડીયા ચેનલો ને બિભત્સ ગાળો આપતા પોલીસ ફરીયાદ નોધાઈ

મોરબી:મોરબી જીલ્લા ના કહેવાતા પાસ આગેવાન નિલેશ એરવાડીયા એ હાર્દીક ની સીડી બહાર પાડી હતી જેનુ કવરેજ ચેનલો એ કરતા નિલેશ ની કમાન છટકી હતી અને ગાંડા ની માફક  બે દિવસ પહેલા એક ઓડીયો મા નરેન્દ્ર મોદી ત્થા અમિત શાહ ની સાથે સાથે અમુક મિડીયા ચેનલો ને પણ જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેમા મોરબી ના તમામ પત્રકારો એ પોતાની સહી સાથે ની ફરીયાદ અરજી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ને રૂબરૂ મા આપી હતી જેમા પોલીસે પત્રકાર અતુલભાઈ જોશી ની ફરીયાદ તેમજ આવેલ ગૃપ થી નામ સાથે નિલેશ એરવાડીયા વિરુધ્ધ બી ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

- text

અગાઉ વર્ષષ2015 મા પણ આ બાબતે નિલેશ એરવાડીયા વિરુદ્ધ બિભત્સ ગાળો બોલતા વિડીયો મામલે રાજદ્રોહ ની ફરીયાદ થઈ ચુકી છે,જેમા આ કેસ મા શરતી જામીન પર છુટેલા નિલેશ ના જામીન રદ થાય તેવી માંગણી પણ આગામી સમય મા મોરબી પ્રેસ ગૃપ દ્વારા કરવામા આવી છે. આ ફરીયાદ પરથી બી ડિવીઝન ના પીએસઆઈ એ.બી.જાડેજા એ અતુલભાઈ જોશી ની ફરીયાદ પરથી આઈપીસી કલમ 294,504 અને આઈટી એક્ટ નીકલમ 67 મુજબ ફરીયાદ નોંધી નિલેશ એરવાડીયા ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text