વાઈબ્રન્ટ સીરામીક : સાંસ્કૃતિક કાર્યક્રમ અને એવોર્ડ સેરેમની યોજાઈ

- text


બેસ્ટ એક્સપોર્ટરનો એવોર્ડ લેક્સસ સિરામિકને ફાળે, સેફ્ટી ઇમ્પ્લીમેન્ટેશન એવોર્ડ ક્યુબો-સાવીઓન સીરામીકને : જુદી-જુદી ૧૧ કેટેગરીમાં સિરામિક કંપનીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા

ગાંધીનગર : ગાંધીનગર ખાતે યોજાયેલા વિશ્વના સૌથી મોટા વાઈબ્રન્ટ સિરામિક એક્સપોમાં શુક્રવારના રોજ જુદી-જુદી ૧૧ કેટેગરીમાં સિરામિક કંપનીઓને એવોર્ડ આપવમાં આવ્યા હતા.

વાઈબ્રન્ટ સીરામીક સમિટમાં આયોજકો દ્વારા સીરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે જુદી-જુદી ૧૧ કેટેગરીમાં એવોર્ડ આઓવાનું નક્કી કરાયું છે અને તમામ એવોર્ડ સ્મોલ,મીડીયમ અને લાર્જ એમ ત્રણ,ત્રણ વિભાગોમાં આપવામાં આવી રહ્યા છે જેમાં શુક્રવારના રોજ કલચરલ ઇવેન્ટ દરમિયાન આ એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

શુક્રવારના રોજ કરવમાં આવેલ એવોર્ડ વિતરણમાં જ્યૂરી મેમ્બરો દ્વારા હાઈએસ્ટ પ્રોડક્ટિવિટી કેટેગરીમાં એજીએલ એટલે કે એશિયન ગ્રેનેટો લિમિટેડ,બેસ્ટ સેફટી ઇમ્પ્લીમેન્ટેશન કેટેગરીમાં સનહાર્ટ અને સનસાઇન સિરામિક,બેસ્ટ એક્સપોર્ટર કેટેગરીમાં લેક્સસ સિરામીક,બેસ્ટ સીએસઆર કેટેગરીમાં સિમ્પોલો સીરામીક,બેસ્ટ ઇમરજિંગ કંપની કેટેગરીમાં આઇકોન સીરામીક,બેસ્ટ ઇનોવેશન કેટેગરીમાં કોનોર ગ્રેનેટો, બેસ્ટ માર્કેટ પેનેટ્રેશન કેટેગરીમાં રેડ સ્ટોન સીરામીક કંપનીને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

- text

જ્યારે બેસ્ટ સેફટી ઇમ્પ્લીમેન્ટેશન કેટેગરીમાં ક્યુબો અને સેવીઓન સીરામીક કંપની,બેસ્ટ એક્સપોર્ટર કેટેગરીમાં ઝીબોન સીરામીક,મેક્સિમમ વેરાયટી કેટેગરીમાં સલોન સીરામીક,બેસ્ટ ઇનોવેશન કેટેગરીમાં બેજ સીરામીક,હાઈએસ્ટ પ્રોડક્ટિવિટી કેટેગરીમાં ફ્લેવર્સ ગ્રેનિટો અને બેસ્ટ એક્સપોર્ટર કેટેગરીમાં સેગા સીરામીક કંપનીને એવોર્ડ આપવમાં આવ્યા હતા.

નોંધનીય છે કે વાઈબ્રન્ટ સીરામીક સમિટ દરમિયાન જુદી-જુદી કેટેગરીમાં એવોર્ડ આપવા માટે એક્સપર્ટ જ્યૂરી મેમ્બર્સ કમિટી બનવવામાં આવી છે જેઓ તમામ બાબતોનો તલસ્પર્શી અભ્યાસ કરી ગુણવતાના માપદંડો પર ખરી ઉતરતી કંપનીઓને જ એવોર્ડ આપે છે, આ એવોર્ડ માટે ૧૦૦થઈ પણ વધુ એપ્લિકેશનો મક્યા બાદ જુદા-જુદા પાસાઓ ચકાસી આ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો-૨૦૧૭ અંતર્ગત દરરોજ સાંજે એન્ટરટેઇન્મેન્ટ ઇવનિંગ અંતર્ગત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ગઈકાલે એવોર્ડ સેરેમની સાથે સાથે બૉલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદી અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે દેશ-વિદેશના મહેમાનોને ભરપૂર મનોરંજન કરાવ્યું હતું.

આ એવોર્ડ સમારોહમાં મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા,નિલેશભાઈ જેતપરિયા, સંદીપ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા.

- text