લોકોને નિર્ભયપણે મતદાન કરવા કલેકટરશ્રી આઈ.કે.પટેલ નું આહવાન

- text


વીવીપેટ મશીન નિદર્શન કરી લોકોને મતદાન કરવાની સમજણ અપાઈ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઈ.કે.પટેલે હળવદના માથક કડીયાણા અને રાણેકપર ગામોની મુલાકાત લીધી

મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઈ.કે.પટેલે જિલ્લાના હળવદ તાલુકાના માથક, કડીયાણા અને રાણેકપર ગામોની મુલાકાત લઈ ગ્રામ અગ્રણીઓ તથા ગ્રામજનો ને વીવીપેટ વોર્ટીગ મશીનનું નિદર્શન કરાવી મતદાન કરવા અંગેની વિસ્તૃત સમજણ આપી હતી. આ પ્રવાસમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.એમ.ખટાણા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ પણ સાથે રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઈ.કે.પટેલે ૬૪ ધ્રાંગધા હળવદ વિધાનસભા વિસ્તારમાં આવતા માથક કડીયાણા અને રાણેકપર ગામોના લોકોને જણાવ્યું હતું કે આપણી લોકશાહીના જતન અને બંધારણમાં મતદાર તરીકેના મળેલ અધિકારનો અવશ્ય ઉપયોગ કરી મતદાન કરવા જણાવી તેમજ મતદાન નિર્ભયપણે અને શાંતિપૂર્ણ થાય તેમ જણાવી તે માટે ચૂંટણીતંત્રએ પુરતી વ્યવસ્થા કરી છે. જેની જાણકારી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખટાણા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાઠોડે ગ્રામજનોને નિર્ભયપણે મતદાન કરવા અને વધુને વધુ મતદાન કરવા લોકોને જણાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા લીધેલ પગલાની જાણકારી આપી હતી હળવદ પ્રાંત અધિકારીશ્રી અજય દહિયાએ મતદાર અંગે પણ જરૂરી જાણકારી આપી હતી.

- text