મોરબીના મોડપર ગામમાં યોજાશે મારી દીકરીનો માંડવો

- text


ઉમા રિસોર્ટવાળા પ્રાગજીભાઈ બાવરવાએ સમૂહલગ્નમાં નવો ચીલો ચાતરી વતનનું ઋણ ચૂકવવા નીર્ધાર વ્યકત કર્યો

મોરબી:મોરબીના મોડપર ગમે તાજેતરમાં યોજાયેલ ગ્રામજનોના સ્નેહમિલનમાં માદરે વતનનું ઋણ ચૂકવવા ઉમા રિસોર્ટ વાળા પ્રાગજીભાઈએ સમાજને નવો રાહ ચીંધવા સમૂહ લગ્ન નહિ બલ્કે મારી દીકરીનો મંડવો યોજવા નક્કી કરી ગામ સમસ્તની દીકરીઓ અને ભાણેજો માટે લગ્નોત્સવ યોજવા જાહેર કર્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મોડપરના વતની અને ઉમા રિસોર્ટવાળા પ્રાગજીભાઈ લાલજીભાઈ બાવરવા મોડપર બહુચરાજી માતાજીના મંદિરે સમસ્ત જ્ઞાતિજનો માટે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું જેમાં જાહેરાત કરી ગામની તમામ જ્ઞાતિની દીકરીઓ અને ભાણેજો માટે મોડપરમાં એક જ માંડવે લગ્ન થાય તે શુભ હેતુથી મારી દીકરીનો માંડવો (સમૂહલગ્ન) યોજવા અપીલ કરી હતી.
આ પ્રસંગમાં જાનૈયા કે મંડવા પક્ષે કોઈ જ સંખ્યા મર્યાદા વગર વધુને વધુ લોકો આવે અને દીકરીઓને કોઈ કચાશ નહિ રહે તેવું જણાવી માતૃભૂમિનું ઋણ ચૂકવવા તેઓ તત્પર હોવાનું જણાવ્યું હતું.

- text