વાંકાનેરની ચંદ્રપુર લોકશાળામાં ડોઝબોલની રાજ્ય કક્ષાની સ્પર્ધા

- text


જુદી-જુદી ૧૮ ટીમો વચ્ચે જોરદાર ટક્કર પાટણ અને બરોડાની ટીમ ફાઇનલમાં

મોરબી : મોરબી જિલ્લામાં વેઇટ લીફટિંગ બાદ વાંકાનેરના ચન્દ્રપુર લોકશાળામાં ડોઝ બોલની રાજ્યકક્ષાની સ્પર્ધાએ માહોલ જમાવ્યો છે. આ સ્પર્ધામાં અંડર-૧૯ કેટેગરીમાં જુદી જુદી ૧૮ ટીમોના ૧૮૦ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર બાદ હવે બરોડા અને પાટણ વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે.
જિલ્લા રમત ગમત અધિકારી એસ.ડી.વ્યાસના જણાવ્યા મુજબ વાંકાનેરના ચન્દ્રપુર લોકશાળા ખાતે ડોઝબોલ સ્પર્ધા યોજવામાં આવી છે આ સ્પર્ધામાં રાજકોટ,વલસાડ,પાટણ,મહેસાણા,રાજકોટ ગ્રામ્ય,સાબરકાંઠા,અને મોરબી જિલ્લા સહિત ૧૮ ટીમોએ અંડર-૧૯ માં ભાગ લીધો હતો. વધુમાં આ સ્પર્ધામાં ૧૮ ટીમો વચ્ચે ભારે રસકસી ભરી રમત બાદ બરોડા અને પાટણની ટીમ ફાઇનલમાં આવી છે અને વિજેતા ટીમ નેશનલ રમશે.

- text

- text