મોટા દહિસરાના મંદબુધ્ધિ યુવાનને સ્વચ્છતાનું પ્રેરણાદાઇ પાગલપન

- text


પ્રેરણાદાઇ કામગીરી કરી ગામડાની બજારોને સ્વચ્છ રાખે છે આ યુવાન

માળીયા : માળિયા મીયાણાના મોટા દહિસરા ગામે સ્વછતા નુ પાગલપન કે ગામના બ્રાન્ડ એમ્બેસેડર કહી શકાય તેવા મોટા દહિસરા ના એક મંદ બુદ્ધિ યુવાન કે જે છેલ્લા ૧૦ વર્ષ થી સવારે બજારમાં પડેલા કચરા ને. ભેગો કરી સળગાવી દે છે તે ને સરકારી જાહેરાત નથી સાભળી કે નથી કોઇએ આ કામગીરી સોંપી છતાપણ પોતાના નિત્યક્રમ મુજબ દરરોજ ગામની શેરીઓ બજારે પડેલો કચરો એકઠો કરીને સળગાવી સ્વચ્છ ભારત મિશન જેવુ કામ કરી રહ્યો છે.
મોટા દહીંસરાની બજારોમાં આવેલી દુકાનોના માલિક સવારે બજારે આવે કે તરત પોતાની દુકાન પાસે પડેલો કચરો સાફ જોઇને ખુશ થઇને ચા પાણી નાસ્તા જેવો આગ્રહ કરે છે પણ આ યુવાન કોઈ લોભ લાલચ વગર પોતાનુ કામ સતત કર્યા કરે છે.
લાંબા ગાળાની આ કામગીરીથી ખુશ વેપારીઓ ગામના લોકો પણ હવે તેમની કામની કદર કરતા થઈ ગયા છે અને સ્વચ્છતાના આ પાગલપન બદલ યુવાન સમાજને મોટો સંદેશો આપી રહ્યો છે.

- text

 

- text