મોરબીના ઝીંઝુડામાં પરવાનો રીન્યુ કરાવ્યા વગર બંદૂક રાખનાર આધેડ ઝડપાયા

- text


મોરબી : મોરબી એસઓજી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ઝીંઝુડા ગામના દરગાહ પાસેથી મનવર હુસેન પીરમીયા પીરઝાદા ઉ.૭૭ દેશી બનાવટની મજલ લોડ ડબલ બેરલ બંદુક કીમત રૂ.૫૦૦૦ની સાથે રાખી લાયસન્સ રીન્યુ નહિ કરાવી લઇ નીકળતા મળી આવતા, પરવાના લાયસન્સની શરતોનો ભંગ કરવા બદલ આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવેલ હતો.

- text

 

- text