હળવદના મિયાણીમાં સગીરા ઉપર બળાત્કાર

- text


મોરબી : હળવદના મિયાણી ગામમાં ઢગાએ સગીરા ઉપર બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ ગત તા. ૨૧ ના રોજ બપોરના બારેક વાગ્યાના સમયે થી રાતના નવેક વાગ્યા દરમ્યાન મુળ રહે.ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર હાલ રહે.ગામ મીયાણી તા.હળવદ જી. મોરબીની સગીરા ઉપર પ્રવિણભાઇ ભીખા ભાઇ ઝીઝુવાડીયા રહે. મીયાણી તા.હળવદ જી.મોરબી વાળાએ ફરીયાદીની બહેન કુદરતી હાજતે ગયેલ તે વખતે પાછળ જઈ બળજબરી પુર્વક ફરીયાદી ભોગ બનનાર નુ અપહરણ કરી મિયાણી ગામની નદિમાં લઈ ગઇ તેની સાથે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી ગુન્હો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બાબતે હળવદ પોલીસે ગુન્હો નોંધ્યો છે અને સી.એચ.શુકલ પો.સ.ઈ. હળવદ પો.સ્ટે. તપાસ ચલાવી રહ્યા છે.

- text

 

- text