મોરબીમાં આજે અર્જુન મોઢવાડીયાની જાહેર સભા

- text


મોરબી : વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌરાષ્ટ્રમાં અતિ મહત્વની ગણાતી મોરબી બેઠક પર બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવાયું છે. જેના અનુસંધાને આજે કોંગ્રેસ પક્ષ તરફથી મોરબીમાં આજે 24 ઓક્ટોમ્બરે સાંજે 5 વાગ્યે નવા બસ સ્ટેન્ડ નજીક સુપર માર્કેટ પાસે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સભાને સંબોધન કરશે. જયારે અર્જુન મોઢવાડીયા તેમની મોરબીની મુલાકાત દરમિયાન મોરબી કોંગ્રેસ કાર્યકર્તા સાથે પણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

 

- text