મોરબીમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં પટેલ કન્યા છાત્રાલય અગ્રેસર

- text


નજીવા ખર્ચે ૬૩૦૦ દીકરીઓને શિક્ષણ સાથે સર્વાંગી વિકાસના પાઠ ભણાવાય છે

મોરબી : મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય કન્યા કેળવણીમાં સર્વોત્તમ રોલ મોડલ સાબિત થઈ રહી છે. સરકારની કન્યા કેળવણીની વાતો વચ્ચે પટેલ કન્યા છત્રાલય સંસ્થા નજીવા ખર્ચે દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી રહી છે ૧૯૭૫માં ફક્ત ૪૫ દીકરીઓ સાથે શરૂ થયેલા છાત્રાલાયમાં આજે ૬૩૦૦ દીકરીઓને શિક્ષણની સાથે જીવનનો સર્વાંગી વિકાસ થાય તેવી કેળવણી આપવામાં આવી રહી છે.
સરકાર છેલ્લા ઘણા વર્ષોથી કન્યા કેળવણીની માત્ર વાતો કરી રહી છે ત્યારે મોરબીમાં પટેલ કન્યા છત્રાલય ૧૯૭૫થી આ દિશામાં કાર્યરત્ત છે,આ સંસ્થાના સ્થાપક સ્વ.જીવરાજભાઈ આંબભાઈ પટેલ ૧૯૭૫ માં અમદાવાદ અધિક કલેકટર તરીકે નિવૃત થયા બાદ કન્યા કેળવણીના મંત્રને સિદ્ધ કરવા સંસ્થાને જન્મ આપ્યો. આ સમયમાં સમાજમાં માત્ર દીકરાઓને જ ભણાવવામાં આવતા અને દીકરીઓને ભણાવવામાં આવતી ન હતી આથી તેમણે સનાળા રોડ પર કડવા પટેલ કેળવણી મંડ સંચાલિત કન્યા છત્રાલયની શરૂઆત કરી.
શરૂઆતમાં છાત્રાલયમાં માત્ર ૪૫ દીકરીઓનજ ભણવા આવતી હતી પરંતુ સંસ્થા દ્વારા કન્યા કેળવણી માટે જનજાગૃતિ લાવવામાં આવ્યા ભયમુક્ત વાતાવરણમાં સેંકડો દીકરીઓ ભણવા લાગી અને આજે અહીં ૬૩૦૦ દીકરીઓ ઉચ્ચતમ શિક્ષણ મેળવી રહી છે.
આર્ટ્સ કોમર્સની જે.એ.પટેલ મહિલા કોલેજ,વિજ્ઞાન પ્રવાહ માટે સ.વ.પ.કન્યા વિદ્યાલય,ડી.જે.પી.કન્યા વિદ્યાલય,ત્રણ સેલ્ફ ફાયનાન્સ કોલેજ સહિત હાલમાં જુદા-જુદા સત કેમ્પસમાં કન્યા કેળવણી માટે તમામ વિભાગોમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે, ૧૪ વિઘા જમીનમાં ૧૫૦ સીસી ટીવી કેમેરા અને ૪૫૦ ક્વોલિફાઇડ ટીચર્સ દ્વારા દીકરીઓને હિક્સન આપવામાં આવી રહ્યું છે જેના પરીણામ સ્વરૂપ આજે અનેક દીકરીઓ ક્લાસવન અધિકારી બની છે અને દર વર્ષે સંસ્થાનું ધોરણ ૧૦ નું ૭૫ ટકા અને ધોરણ ૧૨ નું ૮૫ ટકા જેવું ઝળહળતું પરિણામ આવે છે.
ઉલ્લેખનીય છે કે આજે સરકારે ફી નિર્ધારણ કરી વિજ્ઞાન પ્રવાહના બે વર્ષના ૫૪ હજાર નક્કી કર્યા છે ત્યારે સંસ્થા ફક્ત ૨૦ હાજરમાં શિક્ષણ આપી રહી છે અને દરવર્ષે સંસ્થા આર્થીક રીતે નબળા વર્ગની ૩૫ થી ૪૦ દીકરીઓનો શિક્ષણ ખર્ચ ઉઠાવી રહી છે. હાલ આ સંસ્થામાં પટેલ સમાજના આગેવાનો વલમજીભાઈ પટેલ અને બેચરભાઈ હોથી સહિતના અગ્રણીઓ પોતાની સેવા આપી સંસ્થાનું સફળ અને સુંદર સંચાલન કરી રહ્યા છે.

 

- text