હડમતિયા બેંકના મેનેજરની બદલી થતા ખેડુતવર્ગે દુ:ખની લાગણી વ્યક્ત કરી

- text


હડમતીયા : રાજકોટ ડિસ્ટ્રીકટ કૉ-અોપરેટીવ બેંક મેનેજર રાજેશભાઈ ભટાસણા હડમતિયાશાખામાં ફરજ બજાવતા રાજેશભાઈ ભટાસણા સાહેબની અચાનક બદલી થતાના સમાચાર મળતા ખેડુતવર્ગમાં દુ:ખની લાગણીના ઘોડાપુર આવ્યા હોય તેવો અહેસાસ થયો છે. સાહેબ ખેડુતવર્ગ માટે માયાળું માનવી, કામ કરવાની છટ્ટા, હર હંમેશ માટે હસતો ચહેરો અને ગૌ પ્રેમી સાહેબ ખેડુત માટે હિમેન સાબિત થયા હતા. “નોટબંધી” સમયે મેનેજર સાહેબે ખેડુતવર્ગને ન્યાય મળે તે હેતુથી ટોકન પધ્ધતીનો અમલ કરી હડમતિયા, સજ્જનપર, કોઠારીયા, ઘુનડા (સ.) જેવા ગામના ખેડુતોને કપરી પરિસ્થિમાંથી ઉગાર્યાં હતા.

- text

ભટાસણા સાહેબ નાના ખાતેદારોને લોન કે સોના ધિરાણ જેવી બાબતમા પણ વ્યવસ્થિત માર્ગદર્શન પુરૂ પાડતા અને “પ્રધાનમંત્રી વિમા યોજના” જેવી ભારત સરકારની સ્કિમની તમામ ખાતેદારોને વાકેફ કરી લાભ આપવામાં જરાપણ કચાસ રાખ્યા વિના બેંકના વફાદાર કર્મચારીની ખેડુતવર્ગમાં છાપ ઉભી કરવામાં નંબર વન રહ્યા હતા. બેન્ક મેનેજરની બદલી થતા હડમતિયા, સજનપર, કોઠારીયા, ઘુનડા (સ.) મંડળીના મંત્રીશ્રીઅોઅે પણ અફસોસ વ્યક્ત કર્યો.

 

- text