મોરબીના રાજપર-કુંતાસી રોડ પરના કોઝવેની દુર્દશા : ફૂટ-ફૂટના ગાબડાં

- text


મોરબી:ભારે વરસાદ દરમિયાન ૩૫ બાળકો સાથેની સ્કૂલ બસ જ્યાં ખાબકી હતી તેવા રાજપર-કુંતાસી રોડ ઉપર ફૂટ-ફૂટ ઊંડા ખાડા પડી જવા છતાં લાપરવાહ તંત્ર દ્વારા આ માર્ગની મરામત ન થતા લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા મા ભારે વરસાદ ના લીધે માર્ગો ની ખૂબજ દુર્દશા થઈ છે જેમાં કુંન્તાશી થી રાજપર તરફ જતા માર્ગની અત્યન્ત માઠી દશા છે, ઉબડ ખબડ રોડને કારણે વિદ્યાર્થીઓ તથા દર્દીઓ ને ખુબજ તકલીફ વેઠવી પડે છે.
આ માર્ગ ઉપર ઠેક ઠેકાણે અડધો થી એક-એક ફુટ જેવડા ગાબડા પડી ગયા ગયા છે ઉલ્લેખનીય છે કે આજ રસ્તા પર થોડા સમય પહેલા ૩૫ વિદ્યાર્થી ભરેલી સ્કુલ બસ કોઝ-વેમાં ખાબકી હતી અને કલેકટર શ્રી એ ઘટના સ્થળે પહોંચી ને નિરીક્ષણ પણ કર્યું હતું.
આ ઉપરાંત અહી એક બાઇક પણ ગાબડા મા ખાબકયું હતું આ રસ્તાની આટલી દુર્દશા હોવા છતાં તંત્ર નજર અંદાજ કરે છે તે શરમ જનક બાબત છે.

જો તંત્ર દ્વારા તાકીદે માર્ગ રીપેર કરવામાં નહિ આવે તો આ મામલે હવે ગ્રામજનો દ્વારા રજુઆત આંદોલન શરૂ કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

- text