હળવદના ભવાનીનગરમાંથી બિયરનો જથ્થો પકડાયો

- text


હળવદ:હળવદના ભવાનીનગર વિસ્તારમાં દેવીપૂજક શખ્સના મકાનમાં બિયરનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ પડતા ૭૨૦૦ની કિંમતના ૭૨ નંગ બિયારના ટીન મળી આવ્યા હતા.
જાણવા મળ્યા મુજબ હળવદ પીએસઆઇ શુક્લ,હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ, ઈશ્વરભાઈ રબારી તથા અજિતસિંહે બાતમીને આધારે ભવાનીનગર વિસ્તારમાં આવેલ ઢોરા નજીક રહેતા ગોવિંદ અજાભાઇ દેવીપૂજકના મકાનમાં દરોડો પડતા બિયર ટીન ૭૨ મળી આવતા રૂપિયા ૭૨૦૦નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text