સિરામિક ઉદ્યોગને વધુ એક વખત સરકારે નિરાશ કર્યો

- text


જીએસટીથી મોરબીના સિરામિક ઉદ્યોગને મરણતોલ ફટકો : લિકવિડીટી ખતમ

મોરબી : આજે જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી ટેક્સ માળખામાં ફેરફાર કરી ફ્લોરિંગ માટે વપરાતા પથ્થરોને ૧૮ ટકાના સ્લેબમાં લીધા છે પરંતુ લકઝરી આઈટમ ન હોવા છતાં વારંવારની રજુઆત બાદ પણ સિરામિક પ્રોડકટના તોતિંગ ૨૮ ટકા ટેક્સ માળખામાં કેન્દ્ર સરકારે કોઈ ફેરફાર ન કરતા સીરામીક ઉદ્યોગકારોમાં નિરાશનું મોજું ફરી વળ્યું છે અને જીએસટીના મરણતોલ ફાટકાથી હાલ સિરામીક ઉદ્યોગ મંદીમાં ગરક થઈ ગયો છે અને લિકવિડીટી ક્રાઇસીસ પેદા થઈ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે જીએસટી કાઉન્સિલ દ્વારા અનેક ચીજ વસ્તુઓના ટેક્સ માળખામાં ફેરફાર કરી ટેક્સનું ભારણ ઘટાળ્યું છે જેમાં ખાસ કરીને સીરામીક પ્રોડક્ટને ૨૮ ટકાના તોતિંગ ટેક્સ માળખામાંથી બહાર કાઢી કર ભારણ હળવું કરવા માંગ કરવામાં આવી હોવા છતાં કેન્દ્ર સરકારે સીરામીક પ્રોડક્ટ પરનો ટેક્સ યથાવત રાખ્યો છે, પરિણામ સ્વરૂપ સીરામીક ઉધોગકારોમાં ભારોભાર નારાજગી જાગી છે.
જીએસટી કાઉન્સિલના નિર્ણય અંગે સીરામીક ઉદ્યયગકારોએ જણાવ્યું હતું કે સિરામિક પ્રોડક્ટ લકઝરી આઈટમ ન હોવા છતાં પણ સરકાર ૨૮ ટકાના સૌથી ઉંચા ટેક્સ સ્લેબમાં સમાવિષ્ટ કરી છે અને આ મામલે સરકારમાં વખતો વખતની રજુઆત બાદ પણ રાહત ન આપતા સીરામીક ઉદ્યોગને ફટકો પડયો છે.

- text

જયારે છેલ્લા ત્રણ મહિનામાં જીએસટીના તોતિંગ કારભારને કારણે સિરામિક ઇન્ડસ્ટ્રીઝટની ધોરી નસ કપાઈ ગઈ હોય તેમ મોટાભાગની લિકવિડીટી ની રકમ ટેક્સમાં રોકાઈ ગઈ છે અને ૧૦ લાખ લોકોને રોજગાર આપતો સીરામીક ઉદ્યોગ વૈશ્વિકમંદી સમયે અડીખમ ઉભો રહ્યો હતો પણ જીએસટીના આકરા કરબોજથી મંદીમાં ગરક થઈ જવા પામ્યો છે.
જો સરકાર સત્વરે જીએસટીનું ટેક્સ ભારણ હળવું નહિ કરે તો આવનાર દિવસોમાં સીરામીક ઉદ્યોગને ટકાવવો મુશ્કેલ બનશે
ઉલ્લેખનીય છે કે અગાઉ જે તે રાજ્યમાં ૫ ટકા વેંટ અને ૧૨ ટકા એક્સાઇઝ ડ્યુટી મળી કુલ 19 ટકા જેવું કર ભારણ હતું જે પણ વધારે હતું તેવી અનેકાનેક રજુઆત છતાં સરકારે ટેક્સ ઘટાડવોતો દૂર રહ્યો ઊલટું  જીએસટીમાં ટેક્સ વધારો કરી સીરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખી હોવાનું ઉદ્યોગકારો નિસાસા સાથે જણાવી રહ્યા છે.

- text