જીએસટીમાં મર્ચન્ટ એક્સપોર્ટરોને મોટી રાહત : સીરામીક નિકાસકારોને ફાયદો

- text


અગાઉ ૨૮ ટકા ટેક્સ હતો તે ઘટાડી માત્ર ૦.૧ ટકા ટેક્સ કરાયો

મોરબી : આજે જીએસટી કાઉન્સિલ દ્વારા સિરામિક પ્રોડકટના તોતિંગ ૨૮ ટકા ટેક્સ માળખામાં કોઈ ફેરફાર ન કરતા સીરામીક ઉદ્યોગકારોમાં નિરાશનું મોજું ફરી વળ્યું છે તો બીજી બાજુ જીએસટી કાઉન્સિલ આજે ટેક્સ માળખામાં ફેરફાર કરી ફોરેન એક્સપોર્ટરોને મોટી રાહત આપી છે મર્ચન્ટ એક્સપોર્ટ ડ્યુટીમાં ૨૮ ટકા ટેક્સને ફક્ત ૦.૧% કરી નાખવામાં આવ્યો છે, જે ને પગલે મોરબીના સીરામીક પ્રોડક્ટના નિકાસકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક ચીજો પરના કર માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને મર્ચન્ટ એક્સપોર્ટમાં અગાઉ ૨૮% ડ્યુટીની જોગવાઈ હતી તે ઘટાડી ફક્ત ૦.૧% કરવામાં આવી છે.
જીએસટી ટેક્સ સ્લેબમાં આ ફેરફારથી મોરબીના ટાઇલ્સ સહિતની સીરામીક પ્રોડક્ટ વિદેશમાં નિકાસ કરતા નિકાસકારોમાં ખુશી જોવા મળી રહી છે. મોરબીના અગ્રણી સ્ટોનેક્સ ઇન્ટરનેશનલ એક્સપોર્ટ હાઉસના માલિક ઉપેનભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ ૨૮ % ટેક્સને પગલે નિકાસકારોની મોટી રકમ ટેક્સ પાછળ રોકાણ થતી હતી પરંતુ હવે માત્ર ૦.૧% ડ્યુટી રાખવામાં આવતા આ રોકાણ ઘટી જશે.
ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ મોરબીમાંથી સીરામીક પ્રોડક્ટની હજારો કરોડ રૂપિયાની વિદેશમાં નિકાસ થાય છે ત્યારે જીએસટી કાઉન્સિલના આ નિર્ણયથી એક્સપોર્ટરોમાં ખુશી છવાઈ છે.

- text

 

- text