મોરબીમાં દરજી યુવાને દુકાનમાં ગળેફાંસો ખાધો

- text


બે દિવસ બાદ યુવાનના બહેનની સગાઈનો પ્રસંગ હોય ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાયો

મોરબી:મોરબીના દરજી યુવાને પોતાની દુકાનમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજયુ હતું,ઘટનાની કરુણતા તો એ છે કે બે દિવસ બાદ દરજી યુવાનની બહેનની સગાઈનો પ્રસંગ હોય ઘરમાં ખુશીનો માહોલ હતો એવા સમયે જ આ કરૂંણીકા સર્જાતા દરજી પરિવારમાં ગમગીની છવાઈ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર દરજી સોસાયટીમાં રહેતા સંજયભાઇ વિનોદભાઇ સોલંકી ઉ.૩૪ અે પોતાની દુકાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ લેતા મોત નિપજ્યુ હતું. વધુ વિગત મુજબ મૃતકના બહેન ની બે દિવસ બાદ સગાઇ થવાની હોવાથી ધરે ખુશીના માહોલ હતો એવા સમયે જ આ દુઃખદ ઘટના બનતા દરજી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો છે.

 

- text