મોરબીમાં પાકવિમા પ્રશ્ને કોંગ્રેસનું ઉપવાસ આંદોલન

- text


જ્યાં સુધી પાકવિમો નહિ ચૂકવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત

મોરબી: પાકવિમાના પ્રશ્ને સરકાર દ્વારા મોરબી જિલ્લાના ખેડૂતોને અન્યાય કરવામાં આવતા કોંગ્રેસ અગ્રણી દ્વારા મોરચો માંડી તાલુકા સેવાસદન સામે ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફુક્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આઇટી સેલના પ્રભારી સુખભાઈ કુંભરવાડિયા દ્વારા મોરબી જિલ્લાના ખેડૂતોના પાકવિમાં પ્રશ્ને થયેલા અન્યાય મામલે તાલુકા સેવા સદન ખાતે ઉપવાસી છાવણી શરૂ કરી જ્યાં સુધી ખેડૂતોને ગત વર્ષના પાક વિમાના નાણાં નહિ ચુકવવામાં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

- text

વધૂમ તેમણે જિલ્લા કલેકટરને રજુઆત કરી મોરબી જિલ્લામાં મોરબી, માળીયા(મી),ટંકારા,હળવદ અને વાંકાનેર તાલુકામાં ખેડૂતોને પાક વિમાના નાણાં ચુકવવામાં આવ્યા નથી અને વીમા કંપનીને ફાયદો કરાવવા સરકાર જાણી જોઈને વીમા ચૂકવણીમાં વિલંબ કરતી હોય તાકીદે ખેડૂતોને વિમો ચૂકવવા માંગ કરી હતી અને જ્યાં સુધી વિમાના નાણાં નહિ ચૂકવાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવા માં આવનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

- text