હળવદના મેરૂપરમાંથી ૩૦ બોટલ દારૂ સાથે આદિવાસી ઝડપાયો

- text


હળવદ:હળવદના મેરૂપર ગામેથી પોલીસે ૩૦ બોટલ વિદેશીદારૂ સાથે આદિવાસી શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ પીએસઆઇ સી.એચ.શુક્લ સહિતનો કાફલો પેટ્રોલિંગમાં હતો ત્યારે મેરૂપરમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતા મેરૂપર ગામના પાટિયા પાસે દરોડો પાડતા રામસિંગ ઉદલિયા રાઠવા ઉ.૨૦ મૂળગામ ચીલીયાવડ,છોટા ઉદેપુરવાળા ના કબજા મતજી ૯૦૦૦ની કિંમતનો ૩૦ બોટલ દારૂ માલી આવ્યો હતો.વધુમાં અન્ય બીજો આરોપી મુકેશ ભીખુભાઇ લોલડીયા માલી આવ્યો ન હતો
ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની આ સફળ કામગીરીમાં મહેશભાઈ બાલાસરા,વિજયભાઈ છાસિયા અને ભાવેશભાઈ મિયાત્રા સહિતના સાથે રહ્યા હતા.

ફાઈલ ફોટો

- text