મ્યાનમારના રોહિગ્યા મુસ્લિમોને ભારતમાં આશ્રય ન આપો :રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન

- text


મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું:વિશ્વનો એક પણ મુસ્લિમ દેશ રોહિગ્યા મુસ્લિમોને આશરો આપવા તૈયાર નથી

મોરબી:મ્યાનમાર(બર્મા)માંથી હાંકી કાઢવામાં આવેલા ખતરનાક રોહિગ્યા મુસ્લિમોને વિશ્વના એક પણ મુસ્લિમ દેશ સાચવવા તૈયાર નથી ત્યારે કેટલાક ભારતીય લોકો અલ કાયદા સાથે જોડાયેલ આ શરણાર્થીઓને આશરો આપવા તલપાપડ થતા રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને તેનો ઉગ્ર વિરોધ કરી સ્થાનિક સમાજ સામે જોખમ ઊભુ થવાની શક્યતા દર્શાવી જિલ્લા કલેકટર મોરબીની આવેદનપત્ર પાઠવી ભારતની શાંતિના જોખમે રોહિગ્યાઓને આશરો નહિ આપવા મંગ ઉઠાવી છે.

- text

રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને પાઠવેલા આવેદનમાં જણાવ્યા મુજબ મ્યાનમાર બૌદ્ધ દેશ છે ત્યાંના લોકો શાંતિ પ્રિય છે અને કીડી પણ મારતા નથી પરંતુ રોહિગ્યા મુસ્લિમોનો એટલી હદે ત્રાસ વધ્યો કે શાંતિપ્રિય લોકો તેમને હાંકી કાઢી રહ્યા છે મ્યાનમારમાં રોહિગ્યા લોકો નાના નાના બાળકો પર બળાત્કાર ગુજારી બૌધ્ધ મથોનો નાસ કરીને મસ્જિદ બાંધવા બળજબરીથી બૌધ્ધ લોકો પાસે નાણાં પડવાતા હતા.
ઉપરાંત આતંકવાદી સંગઠનો રોહિગ્યા મુસ્લિમોનો ભારત વિરોધી આતંકવાદી ઘટનાઓમાં દુરુપયોગ કરે તેવી શક્યતા છે. હાલ ભારતના વિવિધ રાજ્યોમાં ૪૦ હજારથી વધારે રોહિગ્યા મુસ્લિમો વસી ગયા છે. જે ગેરકાયદેસર વસવાટ કરે છે. તેઓ જમ્મુ, કાશ્મીર, હૈદરાબાદ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી એન.સી.આર. અને રાજસ્થાનમાં વસે છે.

ભારત સરકાર સામે ૪૦ હજાર રોહિગ્યાની રોજી-રોટી કરતા પણ મોટો સવાલ રાષ્ટ્રની સુરક્ષા છે. રોટી, કપડા અને મકાનની જરૃરત સામે ઝઝુમી રહેલા રોહિગ્યા મુસ્લિમો, આતંકવાદી સંગઠનોના પ્રભાવમાં છે ત્યારે આ લોકોને ભારતમાં શરણ નહિ આપવા રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને માંગણી ઉઠાવી છે.

- text