હળવદના ખેતરડી ગામે કોળી પ્રૌઢ બંદૂક સાથે ઝડપાયો

- text


પરવાના વાળું હથિયાર રીન્યુ નહિ કરાવતા એસઓજીની કાર્યવાહી

મોરબી:હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજી સ્ટાફે ખેતરડી ગામના કોળી પ્રૌઢને પરવાનો રીન્યુ કરાવ્યા વગર મજલ લોડ બંદૂક રાખવા બદલ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધાવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ પેટ્રોલિંગ દરમિયાન એસઓજી ટીમે સરા-ખેતરડી રોડ પર ખાડપરા નજીકથી ખેતરડી ગામે રહેતા ધનાભાઈ જાદુભાઈ દેકાવાડીયા ઉ.૫૦ નામના કોળી પ્રૌઢને મજલ લોડ સિંગલ બેરલ બંદૂક કિંમત રૂ.૫૦૦૦ સાથે ઝડપી લીધેલ આરોપી પાસે હથિયાર પરવાનો હોય પરંતુ પરવાનો રીન્યુ નહિ કરાવતા પરવાનાની શરતના ભંગ બદલ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરી મોરબી એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા,કિશોરભાઈ મકવાણા,જયપાલસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ જયસુખભાઈ વસીયાણી,એ.પી.જાડેજા,પ્રવિણસિંહ ઝાલા,મયુરધ્વજસિંહ જાડેજા,ભરતસિંહ ડાભી તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

- text

- text