મોરબીમાં નવરાત્રી મહોત્સવ : યુવાધનમાં પ્રાચીનની સાથે અર્વાચીન વસ્ત્રપરિધાનનો ક્રેઝ

- text


બજારોમાં 800 થી 4500 સુધીના મળતા ટ્રેડિશનલ ડ્રેસ : આ વર્ષે ગોટા અને પમપમના મટીરીયલ વસ્તુની વધારે ડિમાન્ડ

- text

માં આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ નવરાત્રી મહોત્સવ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ યુવાનોમાં જોશ બેવડાઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનો વેશ પહેરવેશ વિષે વિશેષ કાળજી લઇ રહ્યા છે. જોકે દર વર્ષે મોરબીમાં પ્રાચીન વેશભૂષમાં યુવાનો રાસોત્સવ માણતા હતા. પરંતુ આ વર્ષે વેશભૂષામાં નવો ટ્રેન્ડ આવ્યો છે. તેથી બજારમાં પ્રાચીન ડ્રેસીસ સાથે અર્વાચીનની ડ્રેસીસની અવનવી વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે. અને ખેલૈયાઓમાં પણ પ્રાચીનની સાથે અર્વાચીન ડ્રેસ ખરીદવામાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં નવરાત્રી માટેના ડ્રેસની ખરીદી કરવા ખેલૈયાઓની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
આ વર્ષે મોરબીમાં ખેલૈયાઓ માટે બજારોમાં પ્રાચીન ડ્રેસ સાથે અર્વાચીન ડ્રેસની પણ વેરાયટી જોવા મળી રહી છે. તેમજ નવરાત્રિના ડ્રેસ સાથે જવેલરીમાં પણ સીલિંગ, પમપમ, ગોટાંની વગેરેની વેરાયટી વધારે જોવા મળે છે. જેવી કે યુવતીઓ માટે ટ્રેડિશનલ ચણીયા ચોલી, રામલીલા ચણીયા ચોલી, નવરાત્રી સ્પેશ્યલ કુર્તી, સ્કર્ટ, ટોપી, દુપટ્ટા સહીત અન્ય ડ્રેસીસમાં રંગબેરંગી કલરમાં ગોટાનો ઉપયોગ કરી ઓછા ખર્ચમાં વધારે સુંદર અને આકર્ષક બનાવી શકાય છે. યુવતીઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ રૂ.800 થી શરુ કરીને રૂ.4500 સુધીના ભાવમાં બજારમાં જોવા મળે છે. યુવાનો માટે પણ શેરવાની, ટ્રેડિશનલ ડ્રેસ, ધોતી કુર્તો, રંગબેરંગી છત્રી ટોપીઓ વગેરે બજારમાં જોવા મળે છે. તેમજ યુવતીઓ માટેની જવેલરીમાંનવરાત્રી માટેના હાર, માળાઓ, બંગડીઓ, કાનની બુટી, ફુલ સાઈઝ દામણી, હાલ્ફ દામણી, હાથમાં પહેરવાના કડા, હાથપગના મોજા અને સાંકળા વગેરેમાં ગોટા અને પમપમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી વર્ષ કરતા આ વર્ષે ઓછા વજન વારા તેમજ વધારે આકર્ષક લાગે તેવા નયનરમ્ય કલરમાં જોવા મળી રહ્યા છે. જેથી ખેલૈયાઓને ગરબા રમવા સમયે વધારે વજન ના લાગે અને કોઈ પણ જાતના બોજા વિના ગરબા રમી શકે છે. ખેલૈયાઓની વેશ પરિધાન અવનવા રાસોત્સવના સ્ટેપ્સની પદ્ધતિસરની તાલીમ તમામ તૈયારીઓ આખરી ચરણમાં પહોંચી ગઈ છે. નવે નવ દિવસ રઢીયાળી રાત્રે રાસગરબે ઘૂમી આનંદ માણવાનો યુવાનોના હૈયામાં હરખ સમાતો નથી. ત્યારે હવે યુવાનો નવરાત્રિને આતુરતાથી વેલકમ કરવા પ્રતીક્ષા કરી રહ્યા છે..

- text