મોરબીના શકત શનાળા ગામેં ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો

- text


મોરબી :  શકત શનાળા ખાતે કુમાર શાળા , કન્યા શાળા અને પ્લોટ શાળાના સંયુક્ત ઉપક્રમે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો હતો . જેમાં ત્રણે શાળાની ગણિત વિજ્ઞાનની કૃતિઓ તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો. અને તેમાં કન્યા શાળાની કૃતિ તાલુકા કક્ષાએ પસંદગી પામી આગામી જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટે જશે. આ પ્રસંગે સંગઠનના હોદેદાર શૈલેષ ભાઈ સાણજા, મણીભાઈ સરડવા, રામજીભાઈ વિડજા, ધરમશીભાઈ કાલરીયા, હર્ષદભાઈ મારવણીયા ઉપસ્થિત રહીને શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ત્રણે શાળાના વિજ્ઞાન શિક્ષકો રાજેશભાઇ મારવણીયા, અશ્વિનભાઈ એરણિયા તથા પ્રભુભાઈ રંગપડીયાને શાળા કક્ષાએ આવું સુંદર આયોજન કરવા બદલ તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા બદલ સંગઠનના સૌ હોદ્દેદારોએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

- text