ટંકારામાં વેપારીની નજર ચૂકવી ૫૦ હજાર રોકડા લઈ ગઠીયો છુમંતર

- text


ટંકારા : ટંકારાની લતીપર ચોકડી પાસે આવેલી ઉમા ઓટો પાર્ટસ ની દુકાને ઓઈલ લેવાના બહાને આવેલા બે શખ્સો વેપારીનુ ધ્યાન હટાવી થડામા રાખેલ 50 હજાર રોકડ લઈ હવામાં ઓગળી જતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ના લતીપર ચોકડી પાસે આવેલી ઉમા ઓટો પાર્ટસ ની પ્રખ્યાત દુકાને આજે સવારે 7:30 વાગ્યે બે અજાણ્યા શખ્સો ગ્રાહકો બની દુકાને આવ્યા હતા,અને ઓઈલ ની ખરીદી કરી રૂપિયા પણ આપ્યા હતા, બાદમાં એક ઠગે પાણી પીવાનુ બહાનુ કરી દુકાન મા પ્રવેશી વેપારીનુ ધ્યાન હટાવી થડામા રાખેલ બે લાખ રોકડા માથી એક 50 હજારની થપી સેરવી હવામા ઓગળી ગયા હતા.
વેપારી એ બીજો ગ્રાહક આવતા આ ઠગાઈ થઇ હોવાનું અને તેના 50 હજાર સેરવી ગયાનું માલુમ પડતા આજુ બાજુ ના દુકાનદાર પણ ધટના ને લઈ દોડધામ કરી હતી પરંતુ આ ધુતારા નો કોઈ પતો લાગ્યો ન હતો. ટંકારામાં છેતરપિંડીની વાત વાયુવેગે ફેલાઈ જતા વેપારી આલમ મા તરેહ તરેહ ની ચર્ચા જાગી છે.

- text

- text