સોનુ તું છીંક આવે તો રૂમાલ રાખીશ..મોરબીમાં ધૂમ મચાવે છે પેરોડી

- text


મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડોકટર અને યુવાનોએ સાથે મળી બનાવી સોનુ…ફેઈમ સ્વાઇન ફ્લૂની પેરોડી

મોરબી : સોનુ…તને છીંક…આવે તો….આજે શ્રીમંતથી લઈ શ્રમિક સુધીના લોકો સ્માર્ટ ફોન વાપરતા થયા છે ત્યારે સ્વાઇન ફલૂ જેવા રોગ સામે જાગૃતિ લાવવા મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડોકટર અને યુવાનો દ્વારા સોશ્યલ મીડિયા થકી લોક જાગૃતિ માટે સોનુ..ફેઈમ સ્વાઇન ફલૂ પેરોડી બનાવી વિડીયો વાઇરલ કરાયો છે જે લોકોને ખુબ જ પસંદ પડ્યો છે.
રાજ્યમાં હાહાકાર મચાવી રહેલ સ્વાઇન ફ્લૂના રોગથી બચવા લોકોમાં સારવારની સાથે જાગૃતિ પણ જરૂરી છે ત્યારે મોરબીની સેવાભાવી સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા ઉકાળા અને આયુર્વેદિક, હોમિયોપેથીક દવાનું વિતરણ કરી રોગચાળો કાબુમાં આવે અને લોકોમાં જાગૃતિ માટે કામગીરી થઈ રહી છે.
પરંતુ આ બધાથી જરા અલગ અંદાજ માં મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડો.જે.એમ.કતિરાએ સોશ્યલ મીડિયા થકી સ્વાઇન ફલૂ અંગે જન જાગૃતિ લાવવા સોનુ તને મારા પર ભરોસો નહિ કે પેરોડી જેવી જ રમુજી પેરોડી બનાવી સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી છે.
સોનુ તને છીંક આવે તો મો પર રૂમાલ રાખીશ… સ્વાઇન ફલૂ ની દવા ટેમી ફલૂ…ટેમી ફલૂ જેવા શબ્દનો ઉપયોગ કરી લોકોમાં રોગ અંગે કેવી તકેદારી રાખવી તે બાબત જણાવવા માં આવી છે. મોરબીના યુવાનોનો સાથ લઈ બનવવામાં આવેલ આ પેરોડી જી.વી.ગામ્ભવા એ લખી છે જેનું ડાયરેક્શન-કેમેરા ડો.જય નીમાવત, લીડ રોલમાં મૌલિક પંડ્યા, ડો.વંદના રાઠોડ, અંજના વાઘેલા સહિતનાઓએ ભૂમિકા ભજવી છે. આ પેરોડી મોરબીના ત્રીમંદિરમાં શૂટ કરવામાં આવી છે જેમાં વેશભૂષા માટે મનુભાઈ ડ્રેસવાળાએ સહયોગ આપ્યો છે.

- text

- text