રાજપર માધ્યમિક શાળામાં યોજાયું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

- text


મોરબી : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મોરબી તાલુકાના રાજપર ગામે મધ્યમિક શાળામાં યોજાયું હતું.

- text

રાજપર ખાતે યોજાયેલ આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું ઉદઘાટન દિપકભાઇ હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે રાજપરના સરપંચ નિતિક્ષાબેન મારવાણીયા, સામાજિક કાર્યકર કરમશીભાઈ મારવાણિયા,ઉદ્યોગપતિ રમેશભાઈ મારવાણિયા,સંજયભાઈ મકવાણા, વિજયભાઈ કોટડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
તાલુકા કક્ષાના આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં જુદા-જુદા પાંચ વિભાગોમાં કુલ ૩૭ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.જેમાં લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપર, નકલંક વિદ્યાલય હળવદ, રાજપર માધ્યમિક શાળા, એમ.એસ.દોશી અને ડાભી હાઈસ્કૂલ મોરબી સહિતની શાળાઓની કૃતિ પસન્દ થઈ હતી.
આ પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ.એમ.ભટ્ટ, વી.સી.હાઈસ્કૂલના નિવૃત આચાર્ય વાય.એમ.આડેસરા અને નિવૃત આચાર્યશ્રી કાલરીયાએ સેવા આપી હતી.
પ્રદર્શનના આયોજનને સફળ બનાવવા રાજપર ગ્રામ પંચાયત અને માંધ્યમિક વિદ્યાલયના કર્મચારીઓ તથા શાળાના પ્રિન્સિપાલ એન.આર.ફળદુએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text