વાંકાનેરના તીથવા નજીક બસ ખાડામાં ઉતરી ગઈ : મોટી દુર્ઘટના ટળી

- text


વાંકાનેર : ગઈકાલે વાંકાનેરના તીથવા નજીક બસ રોડથી નીચે ઉતરી ખાડમાં ગઈ હતી જોકે સદનસીબે મોટી દુર્ઘટના થતા સહેજ માં અટકી હતી.

- text

ગઇ કાલે સાંજે ભારે વરસાદ ના કારણે વાંકાનેર થી કોટડા રૂટ ની બસ નં જી જે ૧૮ વાય ૭૧૭૧ નંબર ની બસ તીથવા ગામ પાસે રોડ પરથી નીચે ઉતારી ગઇ હતી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી ત્યાર બાદ બસ ને બહાર કાઢી અને રવાના કરી હતી.
અન્ય એક બનાવ માં વિજડિયા થી વાંકાનેર પેસેન્જર ભરી ને આવતી એક ગાડી વાંકાનેર પાસે ના કેરાળા ગામની મચ્છો નદી ફસાતા ૫ વ્યક્તિ ઓનો ગ્રામજનો દ્વારા બચાવામાં આવ્યા હતા.

- text