યુકે હાઈ કમિશન કચેરીની મુલાકાત લેતા મોરબી સિરામિક એસો.પ્રમુખ

- text


મોરબી:વાઈબ્રન્ટ સીરામીક એક્સપોર્ન પ્રમોશનને લઈ આઇરામીક એસો.પ્રમુખ કે.જી કુંડારીયાએ યુકે હાઈકમિશ્નર કચેરીની મુલાકાત લીધી હતી.

મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ કે. જી. કુંડારીયાએ યુકેમાં લંડન ખાતે ઇન્ડિયન હાઈ કનીશન ઓફિસમાં કાઉન્સિલર(આર્થિક બાબતો)મી.સૈકાતસેન શર્માની વાઈબ્રન્ટ સીરામીક એક્ઝીબિશનના પ્રમોશન માટે મુલાકાત લીધી. તેઓ સાથે વિસ્તૃત ચચાઁ કરી.યુકે માંથી અલગ અલગ એસોસિએશનનો સંપકઁ કરીને માહીતી આપીને પ્રોત્સાહીત કરે તેવો અનુરોધ કયોઁ. જરુર પડે તો સેમીનાર પણ ગોઠવવો. તેઓએ સંપુણઁ સહયોગની ખાતરી આપી. ઇંગ્લેન્ડમાંથી આવવા માંગતા લોકોને એસો.ના લેટર ઉપરથી તાત્કાલિક વીઝા આપવા તેવો અનુરોધ કરવામા આવ્યો. શ્રી કુંડારીયાની સાથે પ્રમોશન સીઇઓ મહેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહયા. આમ એકઝીબીશનમાં આવવા માંગતા વેપારીઓને તકલીફ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી કરવામાં આવી હતી.

- text

- text