મોરબીના યુવા પત્રકાર દિલીપભાઈ બરાસરા નો આજે હેપીવાલા બર્થડે…

- text


મોરબી: છેલ્લા ૧૩ વર્ષથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આગવું પદાર્પણ કરનાર મોરબીના યુવા પત્રકાર દિલિપભાઈ બરાસરાનો આજે જન્મ દિવસ છે.૨૦ ઓગષ્ટ ૧૯૮૧માં જન્મેલા દિલીપભાઈએ મીડિયાક્ષેત્રે કારકિર્દી ઘડતર કરવાની સાથે સમાજિકક્ષેત્રે પણ આગવું પદાર્પણ કરી રહ્યા છે, શાંત,સરળ અને સૌમ્ય સ્વભાવ હોવા છતાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રિનિક મીડિયામાં કોઈની પણ શેહશરમ રાખ્યા વગર જાગૃત લોકપ્રહરીની ભૂમિકા બજાવી રહ્યા છે,દિવ્યભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારથી કારકિર્દી હારુ કરનાર દિલીપભાઈએ વીટીવી ગુજરાતી સાથે પણ ઘણો લાંબો સમય કામગીરી કરી હાલ સંદેશ બ્યુરોચિફ પદે સેવા બજાવી રહ્યા છે.
મીડિયા ક્ષેત્રે ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલ માં પણ સતત જાગૃત રહી સામાજિક ક્ષેત્રે યોગદાન આપવાની સાથે દિલીપભાઈએ મચ્છુ હોનારત વિષયને લઈ મચ્છુ ખુવારી થી ખુમારી સુધી અને જિંદગીની કોઈ પરીક્ષા છેલ્લી હોતી નથી જેવી ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ બનાવી છે. આજે દિલીપભાઈ ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મો.૯૮૭૯૧ ૮૯૮૮૨ ઉપર તેમના બહોળા ચાહકવર્ગ,મિત્રો શુભેચ્છકો તરફથી ખુબ-ખૂબ શુભકામનાઓ મળી રહી છે

- text

- text