જન્મ-મરણના દાખલાઓના પેન્ડિગ કેસોનો 28મી ઓગષ્ટ સુધીમાં નિકાલ કરાશે : તમામ કેસોમાં તારીખ આપી દેવાઈ

- text


મોરબી : વણ નોંધાયેલા જન્મ-મરણના કિસ્સામાં જન્મ-મરણના દાખલા કાઢવાની સતા કોર્ટને બદલે જે-તે પ્રાંત અધિકારીને સોપાયા બાદ તત્કાલીન પ્રાંત અધિકારી મોરબી દ્વારા આવા કેસનો નિકાલ કરવામાં ન આવતા આ મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો હતો પરંતુ આ બાબત ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી ચૌધરીના ધ્યાને આવતા ભારે વ્યસ્તતા હોવા છતાં તેમણે ઝુંબેશરૂપે કામગીરી કરવા સૂચના આપતા આગામી 28મી સુધીમાં તમામ પેન્ડિગ કેસનો નિકાલ કરવા વ્યવસ્થા ગોઠવી છે.

- text

જન્મ-મરણના દાખલા માટે કોર્ટમાંથી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સતા અપાય બાદ મોરબી શહેર જિલ્લામાં પ્રાંત અધિકારી દ્વારા આવા કેસોનો નિકાલ કરવામાં ન આવતો હોવાથી વકીલો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવતા આ મામલે મોરબી ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી ચૌધરીએ તમામ કેસોનો તાત્કાલિક નિકાલ કરવા સ્ટાફને સૂચના આપી આગામી 28મી સુધીમાં પેન્ડિંગ તમામ કેસનો નિકાલ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text