હળવદમાં 204 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

- text


સુંદરીભવાની-માથક રોડ ઉપરથી પોલીસે 71200ના મુદામાલ કબજે કર્યો

હળવદ : હળવદ પોલીસે સુંદરીભવાની-માથક રોડ પરથી એક શખ્સના કબજામાંથી 204 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ પીએસઆઇ સી.એચ.શુક્લાએ બાતમીના આધારે સુંદરીભવાની માથક રોડ પર પ્રતાપ રજપૂતને ત્યાં રેડ પડતા વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો ઝડપાયો હતો.
પોલીસે પ્રતાપ રજપૂતને કબજામાંથી ઈંગ્લીશ દારૂની 204 બોટલ સહિત રૂપિયા 71200નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text