મોરબી જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : કુલ 16 જુગારી ઝડપાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણી જુગારની મૌસમ પૂર બહારમાં ખીલી છે તો સાથે પોલીસે શ્રાવણી જુગાર પર ધોંસ બોવાઇ છે. મોરબી એ ડિવિઝન, મોરબી તાલુકા અને વાંકાનેર સીટી પોલીસે કુલ 16 જુગારીએ લાખોની રોકડ સાથે ઝડપી લીધા છે. જેમાં મોરબી એ ડીવીજન પોલીસએ જોગણીનગરમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીજન પોલીસે ત્યાં રેડ પાડી આરોપી ઇકબાલભાઈ હુસેનભાઈ , યુસુફભાઈ મુસાભાઈ , પપ્પુભાઈ નવાભાઇને રૂ.૧૪,૩૦૦ રોકડ સાથે ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે વાંકાનેર ધમલપરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સંજય પ્રેમજીભાઈ , હિતેશ ભરતભાઈ , નારણભાઈ એવરનભાઈ , પ્રફુલ્લભાઈ પ્રેમજીભાઈ, હિતેશભાઈ ગોવિંદભાઈને કાલે રાત્રે જાહેરમાં તીન પતીનો જુગાર રમતા રૂ.૧૯૦૦૦ રોકડ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મોરબીના નાની વાવડી ગામ પાસે રહેણાંક મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી પોલીસે ત્યાં રેડ કરી આરોપી મહેશ ધનજી, મનીષ લાલજી, ધીરજ અમરશી, ભીખાલાલ ખોડાભાઈ, કૌશિક દેવજીભાઈ, દિલીપ જેન્તીભાઈ, વિપુલ પરબતભાઈ, રાજેશ કાનજીને રૂ.૮,૦૩,૫૦૦ લાખ રોકડ સાથે ઝડપી તાલુકા પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

- text