મોરબીની ખાનગી સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા પોલીસ ફરિયાદ

- text


વિદ્યાર્થીના વાલીએ ફોજદારી ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસમાં ગુન્હો દાખલ

મોરબી : મોરબીની ખાનગી સ્કૂલના શિક્ષકે વિના કારણે વિદ્યાર્થીને લાફવાળી કરતા કાનમાં ગંભીર ઇજાને કારણે વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો હતો અને આ મામલે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે સ્કૂલના શિક્ષક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે
જાણવા મળતી વિગતો મુજબ મોરબીની તપોવન સ્કૂલમાં અભ્યાસ કરતા અલ્તાફ સોકતભાઈ ખોડ ઉ.17 નામના વિધાર્થીને ગઈકાલે સ્કૂલના અશોકભાઈ નામના શિક્ષકે અન્ય વિદ્યાર્થી તોફાન કરતા હોય અલતાફને વિનકારને લાફવાળી કરતા કાનમાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુમાં આ મામલે અલતાફને પિતા સોકતભાઈ રાસુલભાઈની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે અને વધુ તપાસ જમાદાર જી.કે.રાઠોડ ચલાવી રહ્યા છે.

- text

- text