આજે એજ તિથિ…એજ તારીખ…એજ નક્ષત્ર…મોરબી હોનારતને ૩૮વર્ષ પૂરાં

- text


હજુ મોરબીવાસીઓ એ ગોઝારી બોળચોથનો દિવસ ભૂલ્યા નથી : મોરબી પાલિકા દ્વારા મૌન રેલી યોજી કસ્તુરબા બાગ સ્મૃતિ સ્થળે દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાશે

મોરબી : 11 ઓગષ્ટ 1979નો દિવસ મોરબી માટે કાળા દિવસ સમાન છે,38 વર્ષ પૂર્વે આજના દિવસે બપોરે મચ્છુડેમ તૂટતાં હજ્જારો લોકોના મોત નિપજ્યા હતા.જોગનું જોગ વર્ષો પછી આજે તારીખ,તિથિ,નક્ષત્ર,રાશિ,યોગ,કરણ હોનારતના દિવસ જેવાજ છે ફક્ત વાર નો જ ફર્ક છે.મચ્છુ હોનારતના દિવસે શનિવાર હતો અને આજે શુક્રવાર છે.
મોરબી મચ્છુ જળ હોનારતની આજે ૩૮મી વરસીએ જોગનું જોગ તિથિ,તારીખ,નક્ષત્ર સહિતના સઁયોગો એક થયા છે 1979માં શ્રાવણ માસની અંધારી ચોથ એટલે કે બોળચોથના દિવસે શનિવારે આ ઘટના ઘટી હતી, આજના અને તે દિવસના જ્યોતિષશાસ્ત્રની ગણત્રીએ જોઈએ તો શ્રાવણ માસ,કૃષ્ણપક્ષ,ચતુર્થી એટલેકે બોળચોથ,નક્ષત્ર ઉતરભાદ્રપદ,યોગ સુકર્મા,કરણ ભાવ અને બાલવ,તેમજ ચંદ્રરાશિ મીન અને સૂર્યરાશી કર્ક 11 ઓગષ્ટ 1979 અને આજે 11 ઓગષ્ટ 2017ના દિવસે ફક્ત વાર સિવાયની તમામ ચીજોમાં સામ્યતા છે.

- text

મોરબી પાલિકા દ્વારા મૌન રેલી યોજી કસ્તુરબા બાગ સ્મૃતિ સ્થળે દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાશે

મોરબી મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પવા માટે દરવર્ષની જેમા આ વર્ષે પણ મોરબી નગરપાલિકા દ્વારા બપોરે 3.30કલાકે 21 વખત સાયરન વગાડી નગરપાલિકા ખાતેથી મૌન રેલી યોજી કસ્તુરબા બેગ ખાતે આવેલા સ્મૃતિ સ્થળે દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.

- text