ટેક્સ અને વીમા વગર દોડે છે મોરબીની સ્કૂલબસો

- text


કુંતાસીની ઘટના બાદ આરટીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાતા ચોંકવનારી હકીકતો બહાર આવી

મોરબી : મોરબી નજીક રાજપર કુંતાસી ગામે સ્કૂલ બસ કોઝવેમાં ખાબકવાની ઘટના બાદ આરટીઓ સફાળું જાગ્યું છે અને તમામ સ્કૂલ કોલેજની બસ નું આજ થી ચેકીંગ શરૂ કરતા અનેક ચોંકાવનારી હકીકત બહાર આવી છે,જો કે આરટીઓ દ્વારા શાળાસંચાલકોને પ્રથમ ભૂલ ગણી ચેતવણી આપી જવા દેવાયા છે.
જાણવા મળતી વિગતો મુજ કુંતાસીની ઘટનાને પગલે આજે મોરબી આરટીઓ દ્વારા સ્કૂલ બસ નું ચેકીંગ કરાયું હતું અને બસમાં વિદ્યાર્થીઓને બેસાડવાથી લઇ સ્કૂલબસ ની સ્પીડ સહિતના મુદ્દે તમામ બસ ચાલકોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું દરમિયાન આરટીઓ અધિકારી શ્રી વ્યાસે ચેકીંગ મામલે જણાવ્યું હતું કે આજ ના ચેકીંગ દરમિયાન હળવદની શાળાની બસમાં વીમો ન હોવાનું બહાર આવ્યું હતું આ ઉપરાંત મોરબી ગુરુકુળ ની શકુળ બસમાં ટેક્સ ભરાયો ન હોવાનું બહાર આપતા પ્રથમ ભૂલ ગણી બંને સંચાલકોને તાકીદ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે મોરબી આરટીઓ દ્વારા શિક્ષણ વિભાગ મારફતે તમામ શાળાઓમાં ચાલતી સ્કૂલબસ,વેન,રીક્ષા સહીત ની વિગતો માંગી દરેક ખાનગી શાળાઓમાં એક એક શિક્ષક કે અન્ય સ્ટાફને ડિપાર્ચરની ડ્યુટી સોંપી શાળામાં આવતા વિદ્યાર્થીઓ કેવી રીતે આવ ગમન કરે છે તેનો ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

- text

- text