રાહુલગાંધીના કારના કાફલા પરનો હુમલો ગુજરાતની ગરિમાને લાંછન સમાન : બ્રિજેશ મેરજા

- text


મોરબી : કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગાડી પર થયેલ હુમલાને વખોડી કાઢતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજાએ સત્તાધારી પક્ષની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે આ અતિ નિંદનીય કૃત્ય છે. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પર થયેલ આ પથ્થરમારો દેશભરમાં ગુજરાતની ગરીમાને લાંછન લગાડતો પુરવાર થશે. ભાજપની સરકાર જે કોઈએ આ અટકચાડો કર્યો હોય તેની સામે કડક પગલાં ભરે તેવી માંગણી કરું છું.

- text

- text