સાયન્સ કોલેજના કેમ્પસમાં ભેંસ ભૂરાઈ થતા બે વિદ્યાર્થી ઘાયલ

- text


મોરબી : મોરબીના ભળીયાદ રોડ પર આવેલી સાયન્સ કોલેજ કેમ્પસમાં ગઈ કાલે એક ભૂરાઈ થયેલી ભેંસ આવી ચડતા અનેક વિદ્યાર્થીને શીંગડે ચડાવ્યા હતા જેમાં બે વિદ્યાર્થીને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભળીયાદરોડ પર આવેલી સાયન્સ કોલેજ માં અચાનક જ ક્યાંકથી ભેંસ ચડી આવી હતી અને કેમ્પસમાં આંતક મચવાનું શરૂ કરી વિદ્યાર્થીઓને શીંગડે ચડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાયન્સ કોલેજ ની બાજુમાં જ આર્ટ્સ અને કોમર્સ કોલેજ હોય કેમ્પસમાં 200 થઈ વધુ વિદ્યાર્થી હાજર હતા ત્યારે જ ભેસે બધાને હડફેટે લેવાનું શરૂ કરતાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી.જો કે થોડીવાર ના હંગામા બાદ ભેંસનો મલિક આવ્યો હતો અને મહા મહેનતે ભેંસને કાબુમાં લાઇ કેમ્પસની બહાર કાઢતા કોલેજ સંચાલકો અને વિદ્યાર્થીઓમાં રાહત થઈ હતી.

 

- text