મોરબીની સિરામિક કંપનીઓ દ્વારા બનાસકાંઠામાં જીવનજરૂરી 300 કીટ અપાઈ

- text


પાલનપુર જિલ્લા કલેક્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કરાયો

મોરબી : મોરબીના પીપળી ખાતે આવેલા વેન્ટો,વેન્ટાસા અને વેગાસ સિરામિક દ્વારા બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં મરી મસાલા થી લઇ તાવડી સહિતની જીવનજરૂરી ચીજ વસ્તુઓની 300 કીટ વિતરણ કરવામાં આવતા પાલનપુર જિલ્લા કલેક્ટર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી રોડ ખાતે આવેલ વેન્ટો,વેન્ટાસા અને વેગાસ સિરામિક યુનિટ દ્વારા બનાસકાંઠા-પાલનપુર જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તાર માટે મરચું,હળદર,ધાણાજીરું,તેલ,લોટ,બટાટા,ડુંગળી,તાવડી,કપડાં,ચાદર સહીત ની ચીજ વસ્તુઓની 300 કીટ બનાવી ટ્રક મારફતે મોકલી બનાસકાંઠાના સુદ્રોસણ અનાએ સોહનપુરા ગામમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબી સિરામિક યુનિટની આપતિના સમયમાં આ મદદ બદલ પાલનપુર બનાસકાંઠા કલેક્ટર દિલીપ રાણા દ્વારા મોરબી જી.પ્રાથમિક શિક્ષણ સંઘના મણિલાલ વાલજી સરડવા,નરેન્દ્રભાઈ પચોટીયા,કમલેશભાઈ દલસાણીયા સહિતનાઓનો આભારમાની આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવવામાં આવ્યો હતો.

- text