મોરબી જિલ્લામાં પશુમૃત્યુ,કેશડોલ્સ,ઘરવખરી સહાયની ચુકવણી કરાઇ

- text


મોરબી : મોરબીના મચ્છુ -૨ ડેમમાં પાણીની આવક વધતાં હેઠવાસના માળીયા તાલુકાના અનેક ગામો અને વિસ્તારોમાં પુરની પરિસ્થિતી ઉદભવી આમ આ વિસ્તારને જલપ્રકોપનો સામનો કરવાનો આવ્યો છે. ભુતકાળમાં ભયંકર પુર હોનારત, ભૂકંપ જેવી અનેક કુદરતી આફતો સામે લડનાર મોરબી જિલ્લો આ આફતને પણ ધૈર્ય અને અભુતપૂર્વ હિંમતથી જીરવી ગયો અને પૂનઃ પૂર્વવત થયો છે.

- text

મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ટંકારા,મોરબી,વાંકાનેર અને માળીયા(મીં), હળવદ તાલુકાઓમાં પશુમૃત્યુ સહાય પેટે કુલ નાના મોટા ૫૪ કેસ સામે રૂ.૧૧,૪૭ લાખની સહાયની ચુકવણી કરવામાં આવી, કુલ ૧૭,૫૩૩ વ્યકિતઓને કેશ ડોલ્સ પેટે રૂ.૨૬.૯૨ લાખની સહાયની ચુકવણી કરવામાં આવી, કુલ ૨,૭૪૧ કુટુંબોની સંખ્યાને ઘર વખરી પેટે રૂ.૯૬.૦૫ લાખની સહાયની ચુકવણી કરવામાં આવેલ છે. હજુ બાકી રહેતા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ચાલુ છે. દરમિયાન વહીવટીતંત્ર દ્વારા ઘનિષ્ઠ સર્વેની કામગીરી ચાલુ છે અને બાકી રહેતા અસરગ્રસ્તોને ઘરવખરી , કેશડોલ્સ સહાય તાત્કાલિક મળે જેની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના કુલ ૧૭ ગામોમાંથી ૭૩૮૦ વ્યકિતઓને સ્થળાંતર કરી કુલ પ૨,૮૦૦ ફુડ પેકેટનું વિતરણ જિલ્લા વહીવટીતંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યુ છે. તેમ જિલ્લા કલેકટરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text