મોરબી પાલિકામાં મલાઈદાર કમિટી મેળવવા ખેંચા-ખેંચી

- text


લાંબા સમય બાદ ૨૧ મીએ મોરબી પાલિકાની સાધારણ સભામાં કમિટિઓ રચાશે

મોરબી : મોરબી નગરપાલિકામાં લાંબા સમય બાદ ભાજપનું સ્થિર શાસન આવતા કમિટી રચનાનો મુદ્દો હાથ પર લેવાયો છે,૨૧મીએ મળનારી પાલિકાની સાધારણસભામાં કમિટીની રચના થવાની હોય અત્યારથી જ મોભા-મલાઈદાર કમિટી મેળવવા ખેંચતાણ શરુ થયાનું જાણવા મળ્યું છે.
મોરબી નગર પાલિકામાં સતાની સાઠમારીમાં અત્યાર સુધી એક પણ કમિટી રચવામાં આવી ન હતી પરન્તુ હવે ભાજપ નેતૃત્વમાં સ્થિર સ્ટે આવતાજ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા કમિટી રચનાનો મુદ્દો હાથ પર લેવતા પાલિકામાં કાઉન્સિલરો ની આવન જાવન વધી જાવા પામી છે.
આગામી તારીખ 21ના રોજ મોરબી નગર પાલિકાની સાધારણ સભા મળનાર છે જેમાં ચોમાસાને કારણે નુકશાન પામેલા રોડ રસ્તાના રીપેરીંગ કરવાની દરખાસ્ત,એકાઉન્ટ વિભાગના ખર્ચને મંજૂરી,લાયબ્રેરી ખર્ચ,તેમજ જુદા જુદા વોર્ડમાં રોડ રસ્તાના કામોને મંજૂરી ની દરખાસ્ત નિર્ણય પર લેવાશે
ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાના સત્તાધીશો દ્વારા કમિટી રચનાનો મુદ્દો હાથ પર લેવતાજ મોટા ગજાના કાઉન્સિલરો દ્વારા એડીચોટીનું જોર લગાવી કમિટી નું સુકાન મેળવવા ધમપછાડા શરૂ થયા છે ત્યારે હવે 21મી ના બોર્ડ માં કેવો માહોલ સર્જાય છે તે જોવું રહ્યું.

- text

- text