મોરબી સિરામિક એસો.ની હાઈકોર્ટમાં સરકારની એન્ટીડમ્પિંગ ડ્યુટી અને ચાઈના સામે પ્રથમ તબક્કામાં મોટી જીત

- text


ચાઈનાની કંપનીઓ સામે ભારતના એન્ટીડમ્પિંગ વિભાગે લગાવેલા અલગ અલગ દરોના વિરોધાભાષનાં વિષય મુદ્દે મોરબી સિરામિક એસો.એ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી આ નિયમોને પડકાર્યા હતા

મોરબી : ચાઈનામાંથી ઈમ્પોર્ટ થતી સિરામિક ટાઈલ્સ પ્રોડક્ટ પર ભારતના એન્ટીડમ્પિંગ વિભાગે ૨૮ કંપની સામે અલગ અલગ એન્ટીડમ્પિંગ ડ્યુટી લગાવી હતી જયારે ચાઈનાની ૪ કંપની સામે ઝીરો એન્ટીડમ્પિંગ ડ્યુટી લગાવી હતી. આ કાયદાનાં વિરોધાભાષનાં વિષય મુદ્દે મોરબી સિરામિક એસો.એ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી આ નિયમોને પડકાર્યા હતા. પરિણામ સ્વરૂપે હાઈકોર્ટએ વચગાળાનો હુકમ આપી મોરબી સિરામિક ઉદ્યોગની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
હવે ભવિષ્યમાં જે અંતિમ ચુકાદો આવશે એ મુજબ આજથી ચાઈનામાંથી માલ ઈમ્પોર્ટ કરતી ૨૮ જેટલી કંપનીને આજ રોજથી જે એન્ટીડમ્પિંગ ડ્યુટી ભરવાની રહેશે. આથી વેપારીઓ ચાઈનાથી માલ મંગાવતા વિચારશે. મોરબી સિરામિક એસો. પ્રમુખ કે.જી કુંડારિયા મોરબી અપડેટને જણાવ્યું હતું કે, હાઈકોર્ટનાં હુકમથી મોરબી સહિત તમામ સિરામિક ઉદ્યોગકારોને ફાયદો થશે. હોમ પ્રોડક્ટ્સનું વેચાણ વધશે. ચાઈનાનો માલ ભારતમાં ડમ્પિંગ થતા અટકશે જેનો સીધો ફાયદો ભારતનાં સ્થાનિક માર્કેટને થશે અને હોમ પ્રોડક્ટ માલ વધુ વેચાશે. મોરબી સિરામિક એસો.ની હાઈકોર્ટમાં સરકારની એન્ટીડમ્પિંગ ડ્યુટી અને ચાઈના સામે પ્રથમ તબક્કામાં મોટી જીત થઈ છે. આ સાથે જ તેઓએ આશા વ્યક્ત કરી છે કે, આવનારા સમયમાં હાઈકોર્ટનો અંતિમ ચુકાદો મોરબી સિરામિક એસો.ની તરફેણમાં આવશે.

 

- text