મોરબી : વાંકડા અને દાદાશ્રીનગરમાં તસ્કરોના ધામા : મંદિર, મકાન, પંચાયત ઓફીસ નિશાને

મોરબી તાલુકામાં તસ્કરોએ ગત રાત્રી દરમિયાન ધીમીધારે વરસતા વરસાદમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હોય એમ વાંકડા અને દાદાશ્રીનગરમાં તરખડાટ મચાવી મંદિર, મકાન અને પંચાયતની ઓફીસને નિશાન બનાવ્યા હતા.

આ દરમિયાન વાંકડાનાં ગ્રામજનો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગ્રામ પંચાયતની ઓફીસ તેમજ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન રૂમનાં તાળા તૂટ્યા હતા. જોકે કોઈ માલસામાન કે સાહિત્ય ચોરી થયાનું બહાર આવ્યું નથી. દાદાશ્રીનગરમાં આવેલા રામજી મંદિરમાંથી આશરે ત્રીસ હજારનાં સોના-ચાંદીનાં આભૂષણો તેમજ માવજીભાઈ પાંચોટિયા, ત્રિભોવનભાઈ અઘારા, તસનભાઈ વાઘડીયાનાં મકાનોનાં તાળા તોડી પરચુરણ માલસામાનની ચોરો ચોરી ગયા હોવાનું જાણવા મળેલું છે.